Blogger Widgets અરમાન: August 2013

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Friday, August 30, 2013

આબાલવૃધ્ધ સૌ માટે



સવારે ઉઠો ત્યારે
-         સવારે વહેલા ઉઠો
-         ઉઠીને ઈશ્વર સ્મરણ કરો
-         આનંદિત થઈને ઉઠો
-         હસતાં હસતાં ઉઠો
-         સ્ફૂર્તિથી ઉઠો
-         આળસ ખંખેરી ઉઠો
-         ઉઠયા પછી ઘરનું જે મળે
-         તેનું અભિવાદન કરો
-         બાળકોને વહાલ કરો
-         મોટાને પ્રણામ કરો
-         સરખે સરખાની કુશળતા પૂછો
-         પોતાનું કામ સમયસર આટોપી લો
-         પોતાનું કામ જાતે કરી લો.




.... તમે ....
-         સમાજ ના અંગ છો
-         કુટુંબના સભ્ય છો.
-         રાષ્ટ્રના નાગરિક છો.
-         નિષ્ઠાવાન વ્યક્તિ છો.
-         આશાસ્પદ વ્યક્તિ છો.
-         ચારિત્ર્યવાન વ્યક્તિ છો.
-         મહેનતુ વ્યક્તિ છો.
-         બુદ્ધિશાળી વ્યક્તિ છો.
-         ધર્મપરાયણ વ્યક્તિ છો.
-         પરોપકારી વ્યક્તિ છો.
-         વ્યવહારુ વ્યક્તિ છો.
-         આરોગ્યવાન વ્યક્તિ છો.
-         કોઈના મિત્ર છો.
-         કોઈના પુત્ર છો.
-         કોઈના ભાઈ છો.





તમે એવું ન કરશો કે.....
-         જેથી તમારા પિતાને દુ:ખ થાય.
-         જેથી તમારી માતાને શરમાવું પડે.
-         જેથી તમારા ભાઈને નીચું જોવું પડે.
-   જેથી તમારી બહેનને સાંભળવું પડે.
-         જેથી તમારા મિત્રને ખોટું લાગે .
-         જેથી તમારા સગાને કહેવાનું થાય.
-         જેથી તમારા સંબંધીને પૂછવાનું થાય.
-         જેથી તમારા કુટુંબની આબરું જાય.
-         જેથી તમારા ફળિયાની ઈજ્જત જાય.
-         જેથી તમારા ગામને નુકશાન થાય.
-         જેથી તમારા સમાજને હિણપત્ થાય.
-   જેથી તમારા રાષ્ટ્રનો દ્રોહ થાય.




   તમારું કામ .....
-         ઉઠીને પથારી જાતે ઉપાડી લો.
-         ઉઠીને ચાદર જાતે સંકેલી લો.
-         ઉઠીને ઓછાડ જાતે સંકેલી લો.
-         ઉઠીને પાગરણ ઠેકાણે મૂકી દો.
-         ઉઠીને દાતણ જાતે લઇ લો.
-         ઉઠીને પાણી જાતે લઇ લો.
-         ઉઠીને નેપકીન જાતે લઇ લો.
-         ન્હાવાનું પાણી જાતે કાઢી લો.
-         લૂછવાનો ટુવાલ જાતે લઇ લો.
-         પહેરવાના કપડા જાતે લઇ લો.
-         જમતી વખતે થાળી વાટકો જાતે લઇ લો.
-         જમીને થાળી જાતે મૂકી દો.
-         આમ પોતાનું કામ પોતે કરો.
-   ઘરનું કે પોતાનું કામ કરવામાં નાનમ નથી. 
 





વાતચીત.....
-         વાતચીત એક કળા છે.
-         કોઈને સાથે કેમ બોલવું તે શીખવા જેવો વ્યવહાર છે.
-         નાનાને પ્રેમથી બોલાવો.
-         સરખાને સ્નેહથી બોલાવો.
-         મોટાને માનથી બોલાવો.
-         સૌને સારી રીતે બોલાવો.
-         તમારી વાણીમાં તમારા સંસ્કાર જોવા મળે છે.
-         તમારી વાતચીત ઉપરથી તમારું વર્તન જોવા મળે છે.
-         મધુર વાણી બોલો.
-         સરળ વાણી બોલો.
-         સાદી વાણી બોલો.
-         સંસ્કારી વાણી બોલો.
-         વાણી સાથે હૃદય જોડો.
-         વાણી સાથે સંબંધ જોડો.
-         વાણી સાથે મન જોડો.
-   વાણી સાથે આત્મા જોડો.




એવું ન બોલો કે જેથી ...
-         કોઈને ખોટું લાગે.
-         કોઈનો માનભંગ થાય.
-         કોઈને ઉતારી પડાય.
-         કોઈનો તિરસ્કાર થાય.
-         કોઈને દુ:ખ થાય.
-         કોઈને ઓછું આવે.
-         કોઈને ગુસ્સો આવે.
-         કોઈને ચિંતા થાય.
-         કોઈને દ્વેષ થાય.
-         કોઈને ઝઘડો થાય.
-         કોઈને અપમાન થાય.
-         કોઈને લાગી આવે.
-         કોઈને અસંતોષ થાય.
-         કોઈની લાગણી દુભાય.
-         કોઈની નિંદા થાય.
-         કોઈની ગુપ્તતા પ્રગટ થાય.
-         કોઈની વચ્ચે કુસંપ થાય.
-   કોઈને ખટરાગ થાય.




તમે વધારાનો સમય ...
-         સદ્દવાંચનમાં ગાળો.
-         સદ્દપ્રવૃત્તિમાં ગાળો.
-         સદ્દવિચારમાં ગાળો.
-         ધર્મવિચારમાં ગાળો.
-         કથા કીર્તનમાં ગાળો.
-         પરોપકાર પાછળ ગાળો.
-         જાહેર પ્રવૃતિમાં ગાળો.
-         અંગ કસરતમાં ગાળો.
-         વ્યાયામ પાછળ ગાળો.
-         રમતગમતમાં ગાળો.
-         પ્રવાસ પર્યટનમાં ગાળો.
-         બાળકોને રમાડવામાં ગાળો.
-         વિદ્યાર્થીને ભણાવવામાં ગાળો.
-         ગરીબોને મદદ કરવામાં ગાળો.
-   દુ:ખીના દુ:ખ દૂર કરવામાં ગાળો.





વ્યસનો.....
-         કોઈ વ્યસન સારું નથી.
-         પછી તે નાનું હોય કે મોટું હોય.
-         પછી તે થોડું હોય કે વધુ.
-         પછી તે ઘરનું હોય કે બહારનું.
-         વ્યસન એટલે વ્યસન.
-         જેના વગર ચાલે નહી તે વ્યસન.
-         જેના વગર કામ સૂઝે નહી તે વ્યસન.
-         જેના વગર મન માને નહિ તે વ્યસન.
-         જેની વારંવાર તલપ લાગે તે વ્યસન.
-          જેનો કેફ ચડે તે વ્યસન.
-         જેનો નશો ચડે તે વ્યસન.
-         જે આંધળો કરી મુકે તે વ્યસન.
-         જે શરીર બગાડે તે વ્યસન.







ઉધારિયા ન બનશો ......
-         પાડોશી પાસે ઉધાર માંગશો નહી.
-         મિત્રો  પાસે ઉધાર માંગશો નહી.
-         સગા પાસે ઉધાર માંગશો નહી.
-         સાહેબ પાસે ઉધાર માંગશો નહી.
-         કોઈની પાસે ઉધાર માંગશો નહી.
-         આવકથી ઓછો ખર્ચ કરો.
-         જોઈએ તેટલું જ ખરીદો.
-         ગજા ઉપરાંત પૈસા ન ઉડાવો.
-         ભીડ અનુભવો તો ચલાવી લો.
-          કોઈ વસ્તુ વગર નિભાવી લો.
-         દેખા દેખી ન કરો.
-         પરંતુ દેવાળિયાતો ન જ બને.
-         દેવું કરવા જેવું એકેય પાપ નથી.
-         તે ઊંઘવા દેશે નહી.
-         તે સુખ છીનવી લેશે.
-         તે અપમાન કરાવશે.
-         કરકસર ત્રીજો ભાઈ છે.
-         માટે પછેડી પ્રમાણે સોડ તાણો.
 

 




સુતી વખતે .....
-         હાથ પગ ધુઓં.
-         મો ધુઓં.
-         પેશાબ કરી લો.
-         કપડા બદલી લો.
-         ઈશ્વર સ્મરણ કરો.
-         વ્યસન છોડો.
-         ચિંતા છોડો.
-         ભય છોડો.
-         પ્રસન્ન રહો.
-         હળવા બનો.
-         કુવિચાર ન કરો.
-         ખોટા વિચાર ન કરો.
-         શાંતિ રાખો.
-         નિરાંત અનુભવો.
-         બધીજ આધી, વ્યાધી, ઉપાધી છોડીને ભગવાનના ખોળામાં સૂતા હો તેમ ઊંધી જાવ.







વાણી એવી ઉચ્ચારો કે ....
-         તમારા માટે પ્રેમ ઉપજે.
-         તમારા માટે માન જાગે.
-         તમારા માટે ગૌરવ થાય.
-         તમારા માટે અભિપ્રાય બદલાય.
-         તમારી સાથે સંબંધ બંધાય.
-         તમારી સઠેર સંબંધ જળવાય.
-         સાંભળનારને આનંદ થાય.
-         સાંભળનારને આશ્વાસન મળે.
-         સાંભળનારની ચિંતા મટે.
-         સાંભળનારના દુ:ખ ટળે.
-         ભાષાથી સંબંધ બગડે.
-         એ ભાષાથી સંબંધ સુધરે.
-         વાણીથી ઝઘડા વધે.
-         તેમ વાણીથી ઝઘડા ટળે.
-         બોલીથી દુ:ખ થાય.
-         બોલીથી સુખ પણ થાય.
-         તમે શું ઈચ્છો છો?
-         જેવું ઈચ્છો તેવું બોલજો.





તમારી પસંદગી....
-         તમને માન ગમે કે અપમાન?
-         તમને પ્રેમ ગમે કે તિરસ્કાર?
-         તમને સુખ ગમે કે દુ:ખ?
-         તમને પ્રતિષ્ઠા ગમે કે બદનામી?
-         તમને પ્રગતિ ગમે કે અધોગતિ?
-         તમને ઉન્નતી ગમે કે અવનતી?
-         તમને સારું ગમે કે નરસું?
-         તમને સુગંધ ગમે કે દુર્ગંધ?
-         તમને સ્વચ્છતા ગમે કે ગંદકી?
-         તમને મહેનત ગમે કે આળસ?
-         તમને કીર્તિ ગમે કે અપકીર્તિ?
-         તમને સત્ય ગમે કે અસત્ય?
-         આમાંથી તમારે પસંદગી કરવાની છે.
-         જેવું ગમે તેવું કરો.
-         જેવું ન ગમે તેનાથી દૂર રહો.
-         તમારી કરણી તમારા હાથની જ વાત છે.
-         તેથી કરશો તેવું પામશો.





પ્રાર્થના...

        વહેલી સવારે ઉઠીને પથારીમાંથી

નીચે પગ મૂકીએ તે પહેલા આપણા પરમ
પિત્તા જગત-સર્જક પરમાત્માનું સ્મરણ કરવું
ઘટે. પરમાત્માને પરમપિત્તા તરીકે માનીને
તેમના ચરણોમાં મસ્તક મૂકીને પ્રભાત-વંદના
કરો. તે પહેલા શુભ-અશુભ, પાપ-પુણ્ય, લાભ-
ગેરલાભ બધા જ વિચારો છોડીને નિર્મળ વિચાર
ધારણ કરો. જગતના દ્વન્દ્વોમાંથી ઉગરવાનો આ
જ રાજમાર્ગ છે. હે નમ્રતાના સાગર, ગંગા 
યમુનાના આ સુંદર દેશમાં તને શોધવામાં મને
મદદ કર.







સાચી વાતો....
-         પોતાન આત્માની જેમ તમામના
આત્માને સમજવો એ સર્વ શ્રેષ્ઠ છે.
જીંદગી એક ગણિત છે તેમાં સદ્દગુણોનો
સરવાળો, બુરાઈની બાદબાકી, ભૂલોનો
ભાગાકાર કરો, ગુણોનો ગુણાકાર કરો.
ભણવું એ એક સાધના છે. ભણતરથી
નમ્રતા આવે છે અને નમ્રતાથી માણસ
સફળ બને છે. શાળાઓમાં માર્ગ બતાવાય
છે, પણ એ રસ્તા પર ચાલવાનું તો
પોતાને જ હોય છે. નિશાળોમાં શિક્ષણ
મેળવવા ઘણાબધા આવે છે, પણ એમાં
સફળ થોડાક જ થાય છે, એનું કારણ
એમની જાણવા તરફની ખરી લગન હોય છે.





તો સહુને ગમશે...
-         ભણવા ટાણે ભણશો.
-         રમવા ટાણે રમશો તો સહુને ગમશો.
-         જમવા ટાણે જમશો.
-         ફરવા ટાણે ફરશો તો સહુને ગમશો.
-         વડીલોનું કહ્યું માનશો.
-         મીઠાશથી વાત કરશો તો સહુને ગમશો.
-         બૂરી ટેવોથી દૂર રહેશો.
-         ભલા બની જીવશો તો સહુને ગમશો.
 





શ્રેષ્ઠ તત્વ....
-         પીવાના પાણીમાં વર્ષાજલ શ્રેષ્ઠ છે.
-         અનાજમાં ઘઊ ચોખા શ્રેષ્ઠ છે.
-         કઠોળમાં લીલા મગ શ્રેષ્ઠ છે.
-         શાકમાં પરવળ શ્રેષ્ઠ છે.
-         ભાજીમાં ડોડી શ્રેષ્ઠ છે.
-         કંદમૂળમાં સૂરણ શ્રેષ્ઠ છે.
-         તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે.
-         મસાલામાં આદું શ્રેષ્ઠ છે.
-         તીખાશમાં મરી શ્રેષ્ઠ છે.
-         ખારાશમાં સિંધવ શ્રેષ્ઠ છે.
-         ખટાશમાં આમળા શ્રેષ્ઠ છે.
-         ગળપણમાં સાકર શ્રેષ્ઠ છે.
-         તુરાશમાં હળદર શ્રેષ્ઠ છે.
-         કડવાશમાં મેથી શ્રેષ્ઠ છે.
-         ફળોમાં દ્રાક્ષ શ્રેષ્ઠ છે.
-         મુખવાસમાં લવિંગ શ્રેષ્ઠ છે.






જીવનમાં........
-         આનંદમાં સાચું સુખ છે.
-         હાસ્યમાં સાચી મજા છે.
-         ઉમંગમાં ખરી મોજ છે.
-         પ્રસન્નતામાં સાચો નિજાનંદ છે.
-         ક્રોધ સમાન અગ્નિ નથી.
-         કામ સમાન અંધાપો નથી.
-         મોહ સમાન દુ:ખ નથી.
-         ઇષ્ર્યા સમાન જલન નથી.
-         હમેશાં સ્મિતવેરતા રહો.
-         હંમેશા આનંદ માનતા રહો.
-         હંમેશાં પ્રસન્નતા વહેંચતા રહો.
-         તેમાં જ ખરું સ્વાસ્થ્ય છે.
-         કદી નિંદા કરશો નહી.
-         કદી ફૂથલી કરશો નહી.
-         કદી હિંસા કરશો નહી. 
-   કદી શોર કરશો નહી.
 






કેટલીક ઉપમાઓ:--
1.      અક્ષર મોતીના દાણા જેવા.
2.      અપ્રિય આંખના પાટા જેવો.
3.      ઊંડું સાગર જેવું.
4.      ચંચળ પવન જેવું.
5.      ધોયેલા મુળા જેવું.
6.      નમણું ફૂલ જેવું.
7.      નિર્દોષ બાળક જેવું.
8.      મીઠું અમૃત જેવું.
9.      લુચ્ચું શિયાળ જેવું.
10.  હલકું ફૂલ જેવું.
11.  ગરીબ ગાય જેવું.
12.  અચળ પહાડ જેવું.
13.  પોચું રૂ જેવું.
14.  ઝીણું મલમલ જેવું.
15.  જાડું પાડા જેવું.
16.  બહાદુર સિંહ જેવું.
17.  શાંત સ્મશાન જેવું.
18.  વિશાળ સાગર જેવું.
19.  રાતું લોહી જેવું.
20.  શુદ્ધ સોના જેવું.